પોલીસ કમિશ્નર સાહેબ અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “ઈ” ડીવીઝન સાહેબ નાઓ તરફથી એન.ડી.પી.એસ.ને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સારૂ સુચનાં આપતા જે સુચના આધારે પી.એચ.ભાટી સીની.પોલીસ ઇન્સ્પેક્ટર ગા.હવેલી પોલીસ સ્ટેશનનાઓએ સુચના આપેલ હોય જે આધારે એચ.વી.ધંધુકિય સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગા.હવેલી પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકિકત કે, “શરીફ સેફુલ્લાખાન પઠાણ રહે.હેબતખાનની મસ્જીદ પાસે જમાલપુર દરવાજા પાસે જમાલપુર અમદાવાદ નાઓ કેટલોક કફ સીરપનો જથ્થો રાખી ગે.કા વેચાણ કરે છે. જે બાતમી હકિકત આધારે સફળ રેઇડ કરતાં આરોપી શરીફખાન સેકુલ્લાખાન પઠાણ ઉ.વ.૫૫ રહે.હેબતખાનની મસ્જીદ પાસે જમાલપુર દરવાજા પાસે જમાલપુર અમદાવાદ શહેર નાઓએ નહી પકડાયેલ આરોપી અરબાજ ઐયુબખાન પઠાણ રહે.જુહાપુરા અમદાવાદ શહેર મો.નં.૯૬૬૨૮૯૪૮૦૯ નાઓની પાસેથી Codein Phosphate Triprolidine Hadrochlorid Cough Linctus REXTOP T નું લખાણ લખેલ કફ સીરપની નંગ-૧૯૭ બોટલો કુલ્લે કિ.રૂ.૩૬,૪૪૫/-ની મતાનો પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઈ ગુનો આચરેલ હોઇ તેઓ વિરુધ્ધ એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી), ૨૧(સી) ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
મુદામાલ :- (1) Codein Phosphate Triprolidine Hadrochlorid Cough Linctus REXTOP T નું લખાણ લખેલ કફ સીરપની નંગ-૧૯૭ બોટલો જેની કુલ્લે કિ.રૂ.૩૬,૪૪૫/-ની મતાનો
(૨) એક ઓપ્પો કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન જેની કિં રૂ,૫૦૦૦/- ની મતાનો (૩) એક ટોરેન્ટ પાવરનુ લાઇટબિલ જેની કિં રૂ,00/00
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- (૧) ગા.હવેલી પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૧૨૧૧૪૯૩/૨૦૨૧ ધી એન.ડી.પી.એસ. કલમ એક્ટ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનામાં પકડાયેલ છે.
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર