પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ સાહેબ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ q તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે ઇન્દીરાનગર ચાર રસ્તા શૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપાના નંગ-પર તથા રોકડ નાણા રૂ.૧૦,૩૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
♦️ આરોપીઓનું નામ, સરનામું:-
(૧) વિજય ઉર્ફે નાનો અશોકભાઇ દાતણીયા ઉ.વ.૨૬ ધંધો મજુરીકામ રહે.લાખાજી કુંવરજીની ચાલી મહેંદીકુવા માધવપુરા અમદાવાદ શહેર (૨) રોહીત જયંતીભાઇ દંતાણી ઉ.વ.રર ધંધો મજુરીકામ રહે,બ્લોક નં.૫ ચાર જ્યુપીટર મિલ કમ્પાઉન્ડ દુધેશ્વર માધવપુરા અમદાવાદ શહેર
♦️ કબ્જે કરેલ મુદ્દામાલ:-
ગંજીપાના નંગ-૫૨ તથા રોકડ નાણા રૂ.૧૦,૩૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
♦️ બાતમી હકીકત મેળવનાર કર્મચારી.-
એ.એસ.આઇ અરવિંદકુમાર માનાભાઇ બ.નં.૩૯૪૨
♦️ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
(૧) સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ (૨) એ.એસ.આઇ અરવિંદકુમાર માનાભાઇ બ.નં.૩૯૪૨ (૩) પો.કો જગદીશભાઇ દેવશીભાઇ બ.ન ૧૦૪૦૧ (૪) અ.પો.કો વિશાલકુમાર માવજીભાઇ બ.નં-૫૦૫૯ (૫) અ.પો.કો પ્રતીકકુમાર નંદલાલ બ.નં.૫૦૯૯ (૬) વુ.લો.ર ખુશ્બુબેન જેસિંગભાઇ બ.નં. ૧૩૩૭૪ (૭) વુ.પો. કો કોમલબેન રાજેશભાઇ બ.નં.૯૭૬૨
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર