પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા ના.પો.કમિ ઝોન-૬ તથા મદદનીશ પો.કમિ.*કે ડીવીઝન સાહેબ નાઓ દ્રારા સુચના આપવામા આવેલ કે, “આજના સમયમાં ખાસ કરીને યુવા વર્ગમાં નશાકારક પદાર્થોનુ સેવન એક ગંભીર સમસ્યા બની ગઈ છે આ સમસ્યા માત્ર વ્યક્તિને જ નહી પરંતુ સમગ્ર સમાજ ઉપર તેની અસર થતી હોય છે” જેથી અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક પ્રવ્રુતિઓ શોધીને નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સિનિ.પોલીસ ઇન્સપેક્ટર જી.જે.રાવત સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ અ.હે.કો. બિપીનચંદ્ર ખુશાલદાસ બ.નં.૮૯૩૧ નાઓને બાતમીદારથી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત મળેલ કે “બાકરઅલી ઈમદાતઅલી સૈયદ રહેવાસી. ૨૫૦ સોદાગરની પોળ, જમાલપુર, અમદાવાદ શહેર નાનો પોતાના કબ્જાનુ કાળા કલરનુ એકટીવા મોટર સાયકલ નં. GJ-27-Q-5273 ઉપર કેટલોક codeine phosphate ધરાવતી કફ શીરપની બોટલોનો જથ્થો રાખી બિન અધિકૃત રીતે ક્યાંકથી લઈ આવી દાણીલીમડા ઢોર બજાર ચાર રસ્તા, માધુભાઈની ચાલીની પાસે, માશા અલ્લાહ ફલેટની આગળ જાહેર જગ્યામાં વેચાણ કરે છે. અને હાલમાં વેચાણની પ્રવૃતી ચાલુ છે* વિગેરે મતલબની બાતમી હકીકત આધારે પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે.રાવત નાઓએ બે સરકારી પંચોને બોલાવી રૂબરૂ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સદર બાતમીવાળી જગ્યાએ બાતમીમાં જણાવેલ ઈસમ બાકરઅલી ઈમદાતઅલી સૈયદ રહેવાસી ૨૫૦ સોદાગરની પોળ, જમાલપુર, અમદાવાદ શહેરની ઝડતી કરતા સદરીના કબ્જામાંથી વગર પાસ પરમીટે કોડીન ફોસ્ફેટ નશાકારક કફ શીરપ બોટલ નંગ-૨૮૫ કિ.રૂ.૫૨,૭૨૫/- તથા એકટીવા મોટર સાયકલ નં.GJ-27-Q 5273 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૭૭૭૨૫/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ જેથી સદરીની પુછપરછ કરતા આ જથ્થો નાવેદખાન રહે.અંબર ટાવર પાસે, જુહાપુરા, અમદાવાદ શહેર નાનો આપી ગયેલ હોવાનુ અને પોતે છુટકમાં વેચાણ કરતો હોવાનુ જણાવતા ઉપરોક્ત બન્ને ઈસમ તથા તપાસમા મળી આવે તે તમામ ઈસમો વિરુધ્ધમા અ.હે.કો. બિપીનચંદ્ર ખુશાલદાસ નાઓએ પોલીસ ઇન્સપેક્ટર જી.જે.રાવત સાહેબ રૂબરૂની ફરીયાદ આપતા દાણીલીમડા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૧૦૧૨૨૫૦૦૮૭/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ એક્ટ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ નાયબ પોલીસ કમિશ્નરશ્રીના હુકમ આધારે નારોલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપી:-બાકરઅલી ઈમદાતઅલી સૈયદ રહેવાસી. ૨૫૦ સોદાગરની પોળ, જમાલપુર, અમદાવાદ શહેરવોન્ટેડ આરોપી:- નાવેદખાન રહે.અંબર ટાવર પાસે, જુહાપુરા, અમદાવાદ શહેરકબજે કરેલ મુદ્દામાલ: કોડીન ફોસ્ફેટ નશાકારક કફ શીરપ બોટલ નંગ-૨૮૫ કુલ્લે કિ.રૂ.પ૨, ૭૨૫/
♦️ કામગીરી કરનાર અધીકારી/કર્મચારી:-(૧) સિનિ.પોલીસ ઇન્સપેક્ટર જી.જે.રાવત (૨) પો.સબ.ઇન્સ. કે.જે.ચૌધરી (૩) અ.હે.કો. બિપીનચંદ્રખુશાલદાસ (૪) મ.સ.ઇ ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહ (૫) અ.હે.કો. શૈલેષકુમાર ગાંડાલાલ (૬) અ.હે.કો. અમરસિંહ રઘુરાજસિંહ (૭) અ.પો.કો. યોગેન્દ્રસિંહ ખુમાનસિંહ (૮) અ.હે.કો.ભરતકુમાર ગણેશભાઇ (૯)પો.કો.શક્તિસિંહ સહદેવસિંહ
♦️ ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર