0
0
Read Time:53 Second
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નકલી કચેરી કાંડ મુદ્દે હંગામો, કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં છોટાઉદેપુર નકલી કચેરી મુદ્દે હંગામો થતા કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, “ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી કચેરીઓ ખોલીને નકલી અધિકારીઓ મેળાપીપણાંથી કૌભાંડ કરે તો વિપક્ષે શું ચૂપ રહેવાનું?” વધુમાં કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરાયા છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર