0
0
Read Time:52 Second
વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે અકસ્માતના આરોપીને ધરપકડના 2 કલાકમાં જ પોલીસ સ્ટેશનથી જામીન પર છોડાવ્યો વડોદરાના ફતેગંજમાં રવિવારે અકસ્માતના આરોપી 20 વર્ષીય કુશ પટેલની ધરપકડ થયાના 2 કલાકમાં જ ફતેગંજ પોલીસ સ્ટેશનથી સાંસદ રંજનબેન ભટ્ટે જામીન અપાવી છોડાવ્યો. રંજનબેન ભટ્ટે કહ્યું, “બંને પક્ષે સમાધાન થાય તેવો આશય હતો, જે થયું તે ખોટું થયું છે.” કુશે પોતાની કારથી એક્ટિવાને ટક્કર મારતા 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જે બાદ લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર