પોલીસ કમિશ્નર સાહેબ , અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર – ૧ સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ” એલ * ડિવિઝન સાહેબ અમદાવાદ શહેરનાઓ તરફથી મિલ્કત સબંધી બનેલ ગુના બનતા અટકાવવા તથા આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે શ્રી પી.કે.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર માધવપુરા પોલીસ સ્ટેશનનાઓ તરફથી પણ મિલ્કત સબંધી બનેલ ગુના બનતા અટકાવવા તથા આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ સૂચના આપવામાં આવેલ હોય, જે અનવ્યે બાતમીદારથી મળેલ બાતમી હકિકત આધારે તા.૧૭/૦૯/૨૦૨૪ કલાક ૨૩/૩૦ વાગે દધિચી બ્રિજ મેલડી માતાના મંદિર સર્કલ પાસેથી આ કામના નીચે જણાવેલ આરોપી પાસેથી એક ઓટો રિક્ષા જેનો આર.ટી.ઓ નંબર : GJ.27.TB.0571 તથા એન્જીન નંબર : AZXWMD00851 તથા ચેસીસ નંબર : MDB47AS4MWD29754 ની છે તે લીલા કલર કલરની છે જેની કિ.૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે પંચનામા વિગતે B.N.S.S. ની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ સદરી ઇસમને તા.૧૭/૦૯/૨૦૨૪ કલાક ૨૩/૩૦ વાગે વાગે B.N.S.S. ની કલમ ૩૫(૨)(ઇ) મુજબ અટક કરી વટવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર : ૧૧૯૧૦૩૮૨૪૦૪૭૯/૨૦૨૪ ધી બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે.તેમજ સદરી આરોપીનો કબ્જો તથા મુદ્દામાલ વટવા પોલીસને સોંપવા સારુ તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીનું નામ અને સરનામું
સલમાન ઉર્ફે કાલીયા સ/ઓ અહેમદભાઇ શેખ ઉ.વર્ષ ૩૩ ઘંઘોં ફેબ્રિકેશન છુટક મજુરી રહેવાસી – જમના પટેલની ચાલી પાસે, ફુટપાઠ ઉપર મેલડી માતાના મંદિર પાસે . બહેરામપુરા દાણીલીમડા, અમદાવાદ શહેર કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) બાતમી આપનાર : જયકિશનરાય હર્ષદરાય અનાર્મ હેડ કોન્સ્ટેબલ બ.નં.૩૦૧૯
(૨) કિરીટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮૩ અનામે હેડ કોન્સ્ટેબલ
(૩) દિવ્યાંગભાઈ નરેશભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ.નં.૪૭૧૬
(૪) રિતેશકુમાર અશોકભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ.નં.૬૧૫૩
(૫) સુભાષસિંહ હિંમતસિંહ લોકરક્ષક બ.નં.૧૪૨૫૭
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર