સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારના પાર્સલ બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સમય સૂચકતા વાપરી હિમત પુર્વક કેટા કાર માંથી જીવતા બોમ્બ નંગ-૨ તથા દેશી બનાવટના હથિયાર નંગ – ૧ તેમજ જીવતાં કાર્ટીસ સાથે પકડી પાડી અન્ય ગંભીર બનાવ બનતો અટકાવી કાયદેસરની કાર્યવાહિ કરતી એલ.સી.બી. ઝોન – ૨
Blog

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારના પાર્સલ બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સમય સૂચકતા વાપરી હિમત પુર્વક કેટા કાર માંથી જીવતા બોમ્બ નંગ-૨ તથા દેશી બનાવટના હથિયાર નંગ – ૧ તેમજ જીવતાં કાર્ટીસ સાથે પકડી પાડી અન્ય ગંભીર બનાવ બનતો અટકાવી કાયદેસરની કાર્યવાહિ કરતી એલ.સી.બી. ઝોન – ૨

Views: 2
0 0
Spread the love

Read Time:10 Minute, 31 Second

તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવમ રો હાઉસ ખાતે રહેતા બળદેવભાઇ વિઠ્ઠલભાઇ સુખડીયા સવારના સાડા દસ પોણા અગારેક વાગ્યે પોતાના ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યો ઇસમ કપડાની થેલીમાં પાર્સલ લઈને આપવા આવેલ ત્યારે પાર્સલ વાળી થેલી માંથી ધુમાડો નિકળી બ્લાસ્ટ થતો બળદેવભાઇ તથા તેમના કાકાના દિકરા કિરીટભાઇને તેમજ પાર્સલ લઈ આવનાર ઇસમને ઇજા થયેલ જે બાબતે ફરી શ્રી બળદેવભાઇ સુખડિયા નાઓએ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૪૦૯૦૮/૨૦૨૪ ધી બી.એન.એસ. એક્ટ-૨૦૨૩ ની કલમ- ૧૦૯(૧), ૧૧૮(૧), ૬૧(૧), ૩(૫), ૩૫૧(૩) તથા એક્ષપ્લોઝીવ સબસ્ટન્સ એકટ-૧૯૦૮ ની કલમ- ૩(એ),૪(એ).૫,૬ તથા એક્ષપ્લોઝીવ એક્ટ-૧૮૮૪ ની કલમ-૯-B(૧)(બી), ૧૨ મુજબ થી ફરીયાદ આપેલ હોય.

જે બનાવ અનુસંધાને અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબશ્રી તથા મદદનિશ પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબશ્રી તથા પોલીસ ઇન્સ્પેકટર સાબરમતી પોલીસ સ્ટેશન નાઓએ બનાવ સ્થળની FSL, BDDS, ડોગ સ્કોર્ડ નાઓને સાથે રાખી સ્થળ પરીક્ષણ કરી આરોપીઓના નામ સરનામા અંગે માહિતી મેળવી જીણવટ પુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ.

ઉપરોક્ત બનાવમાં સંડોવાયેલ આરોપી રૂપેશ કિશોરભાઇ રાવ ના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતાં દેશી બોમ્બ, દેશી હથિયાર (વેપન) બનાવવાની સાધન સામ્રગી વિસ્ફોટક પ્રદાર્થ તેમજ મશીનરી મળી આવતાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૧૧૧૯૧૦૩૯૨૪૦૯૦૯/૨૦૨૪ ધી બી.એન.એસ. એકટની કલમ-૨૮૮ તથા ધી આર્મ્સ એકટ કલમ-૨૫(૧)(એ),૨૫(૧-બી)(એ) થા એક્ષપ્લોઝીવ સબસ્ટન્સ એકટ-૧૯૦૮ ની કલમ-૪(બી), ૫(એ), તથા એક્ષપ્લોઝીવ એક્ટ કલમ-૯- B(૧)(બી), મુજબ અલગથી ગુનો રજીસ્ટર કરાવામાં આવેલ.

મે, પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર- ૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-ર સાહેબ તથા મદદનિશ પો. કમિ “એલ- ડિવિઝન સાહેબ નાઓએ ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓ અન્ય વધુ ગંભીર ગુનો આચરે તે પહેલા તાત્કાલિક પકડી પાડવા અંગે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને શ્રી એચ.એન પટેલ પોલીસ ઇન્સ્પેકટર સાબરમતી પોલીસ સ્ટેશન તથા શ્રી કે.ડી. પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ઝોન-૨ નાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા સંખ્યાબંધ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી તેમજ સતત ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ હ્યુમન સોર્સ કામે લગાવી આરોપીઓને પકડવા સતત પ્રયત્ન શીલ હતા તે દરમ્યાન શ્રી પો.સ.ઇ. કે.ડી.પટેલ તથા એલ.સી.બી. ઝોન-ર ટીમને મળેલ ખાનગી ચોક્કસ બાતમી હકિકત આધારે સાબરમતી પોલીસ સ્ટાફ સાથે રાખી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ કોઇ વધુ ગંભીર ગુનો આચરે તે પહેલા સમય સુચકતા વાપરી હિંમત પુર્વક ક્રેટા કાર માંથી જીવતાં બોમ્બ નંગ-ર તથા દેશી બનાવટના હથિયાર નંગ-૧ તેમજ જીવતાં કાર્ટીસ સાથે પકડી પાડી BDDS તેમજ FSL ટીમની મદદ મેળવી બોમ્બને ડિસફ્યુઝ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ અને ગુનાહિત ઇતિહાસ

(૧) રૂપેન કિશોરભાઇ રાવ (બારોટ) ઉ.વ.૪૪ રહે,બી/ર/૧૦૧ ગોદાવરી એપાર્ટમેંટ ગાયત્રી સ્કુલની પાછળ ડી કેબીન સાબરમતી અમદાવાદ શહેર મુળ વતન ગામ, પાટણા તા, રાજપીપળા જી, નર્મદા ગુનાહિત ઇતિહાસ બનાસકાંઠા ભાભર પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં. ૬૧/૨૦૧૮ ધી પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૧૧૬ બી વિગેરે મહેસાણા લાડોલ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં. ૮૮/૨૦૧૯ ધી પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨),૧૧૬ (સી) વિગેરે

(૨) રોહન ઉર્ફે રોકી યોગેશભાઇ રાવળ ઉ.વ.૨૧ રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ બહુચર ચોક ચાંદખેડા અમદાવાદ શહેર મુળ વતન ગામ, ભોખર તા. ઉંઝા જી. મહેસાણા

(૩) ગૌરવ નીરંજનભાઇ જાતે ગઢવી ઉ.વ.૧૯ રહે મ.નં.એ/૨/૧૦૮ ગોદાવરી એપાર્ટમેન્ટ ગાયત્રી સ્કુલ ની પાછળ ડી.કેબીન સાબરમતી અમદાવાદ શહેર મુળ વતન માણકા તા.હારીજ જી પાટણઆરોપીઓએ કરેલ કબલાત

આ કામના મુખ્ય આરોપી રૂપેન રાવ (બારોટ) ને તેઓની પત્ની હેતલબેન ને તેમના સહકર્મી બળદેવભાઇ સુખડિયા સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા-સબંધ હોવાનો તેમજ આ બળદેવભાઇ આરોપી રૂપેન અને તેઓની પત્નીની વચ્ચે દખલ અંદાજ કરી તેઓના પારીવારીક જીવનમાં બાળક અને પત્નીથી દૂર કરી રહેલ હોવાનો શક વહેમ હોય. તેમજ આરોપી રૂપેન પેટના રોગની બિમારી થી પિડાતા હોય અવાર નવાર પત્ની હેતલ અને સસરા અને સાળા તેઓને નિર્બળ હોવાનો અહેસાસ કરાવતાં હોય. જેથી તેઓ પરીવારથી એકલા પડી જતા મનમાં માઠુ લાગી આવતાં ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ તેમજ દેશી બનાવટના હથિયાર: બનાવી તેમના સસરા, સાળા તેમજ બળદેવભાઇ નાઓનુ મોત નિપજાવી પત્ની હેતલબેનને પરીવારથી છુટા પાડી એકલતાનો અહેસાસ કરાવવા માંગતા હોય. જેથી ગંધક પાવડર, બ્લેડ, બેટરી, ચારકોલ, ફટાકડાઓનો ગન પાવડર વિગેરે સામગ્રી એકઠી કરી રીમોટ સંચાલિત બોમ્બ તેમજ દેશી તમંચો બનાવી ષડયંત્ર સ્પેલઆરોપી રોહન છેલ્લા ૬ માસથી રૂપેન રાવની સાથે ગોદાવરી એપાર્ટમેન્ટમાં ઘરકામ કરી સારસંભાળ રાખતા હોય. જેથી આર્થીક લાલચમાં આવી રૂપેન રાવના કહેવાથી બનાવની આગળની રાત્રીએ બળદેવભાઇને મારવાના ઇરાદે પર્સલમાં બોમ્બ લઈ ગયેલ પરંતુ બળદેવભાઇ ઘરે હાજર ન હોવાથી પ્લાન કેન્સલ કરી બીજા દિવસે સવારે ગૌરવ ગઢવીને પાર્સલ આપવા સારૂ મોકલી પોતે દુર ઉભા રહિ રીમોટ વડે બ્લાસ્ટ કરી ગુનોકરી ભાગી ગયેલ હોય. બાદમાં હેતલાબેનના પિતા તથા ભાઇને આવા જ પ્રકારના હથિયાર તેમજ બોમ્બ વડે મારવાની ફિરાકમાં હતા.કબ્જે કરેલ મુદ્દામાલની વિગત….જીવતાં બોમ્બ નંગ – ૨જીવો કાર્ટીસ નંગ – ૫દેશી હથિયાર (તમંચો) નંગ – ૧હાઈ વોલ્ટેજ બેટરી સેલ નંગ – ૪સિંગલ તથા ડબલ બેરલની અડધી બનાવેલ તમેયા નંગ – ૩ગોળ તથા ચોરસ આકારના પાઇપોના નાના-મોટા ટુકડા નંગ ૧૦દેશી બનાવટના ખાલી કારતુસ નંગ – ૨૩રીમોર્ટ નંગ – ૨મોબાઇલ ફોન નંગ – ૩.એક હ્યુંડાઇ કંપનીની સફેદ કલરની ક્રેટા કારશંકુ આકારનું ટુલ્સ નંગ ૦૧નાની મોટી સાઇજની સ્પીંગો નંગ ૧૦૭ છે.આર્મસના ટ્રીગર તેમજ હેમર આકારના ટુકડા નંગ ૬નાની મોટી ખીલીઓ તથા કુ નંગ ૫૭ છે.પરક્યુએસન કેપ નંગ ૧૩નાના ગોળ આકાર છરા નંગ ૨૮કાળા ભુખરા રંગનો પાવડર ૯ ગ્રામએક્ષપ્લોઝીવ કીટ વડે પરીક્ષણ વિસ્ફોટક પદાર્થ ૧૩ ગ્રામકોમ્યુટર હાર્ડડિસ્ક છે.સિમ કાર્ડ તથા મેમરી કાર્ડમિર્ચી બોમ્બ નંગ ક૨બ્લેડના અડધા ટુકડા મોટા બોક્સ ૨લાકડાનો બંદુક જેવા આકારનો ફર્મો ૧ગેસ સિલીન્ડર અને ઇન્વેટર પાવર સપ્લાય કેબલ તથા કલેમ્પડ્રીલ મશીનતથા એક કટર મશીન તથા એક લીલા રંગનુ ઉભુ ડ્રીલ મશીન તથા લાલ રંગનો લોખંડનો શિકડો તથા વાયરીંગ સાથેનું સ્વીચ બોર્ડ તથા નાનો ઇલેટ્રોનીક ડિજીટલ વજન કાંટો (સેલ વગર) તથા ઇલેટ્રોસ વેલ્ડિંગના રોડ ભરેલ બોક્સ નંગ- ૧ તથા છરીઓનંગ બે તથા લાકડાની ક્લિપો તથા નાના મોટા ધાતુના પુરજાઓ તથા ટુલ્સો તથા એક પોર્ટેબલ બ્યુટેન ગેસ વેલ્ડિંગ કેન તથા કોપર તથા સિલ્વર કલરના પાતળા તાર, ફરશી, ધારીયુ તથા ધારદાર તલવાર વિગેરે…કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓપો. ઇન્સ. એચ.એન. પટેલ સાબરમતી પો.સ્ટે.પો.સ.ઇ. કે.ડી.પટેલ એલ.સી.બી. ઝોન – ૨ અને ટીમના માણસોપો.સ.ઈ. આર.એચ. પાંડવ અને સર્વેલન્સ સ્કોર્ડ ટીમ સાબરમતી પો.સ્ટે.પો.સ.ઇ. વિ.એચ ચૌધરી સાબરમતી પો.સ્ટે.પો.સ.ઇ. એન.કે.રાવ સાબરમતી પો.સ્ટે.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *