આંધ્રપ્રદેશના સંદુપાલી સાનિપાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલ ચંદનની તસ્કરીમાં સામેલ સરસ્વતી તાલુકાના ચારુપ ગામના, ડીસા અને મહેસાણાના ત્રણ જણાને બાતમીના આધારે પાટણ એલસીબીએ પકડ્યા. પાટણ-સિદ્ધપુર હાઇવે પર ગોડાઉનમાંથી રૂ.2.5 કરોડના 4 ટન લાલ ચંદનની જથ્થો ઝડપી પાડ્યો. આરોપીઓએ કબૂલાત કરી છે કે આ લાલ ચંદન આઈસર ગાડીમાં શાકભાજી સાથે લાવાયો હતો. વધુ તપાસ માટે આ આરોપીઓને પાટણ સીટી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. પાટણ-સિદ્ધપુર હાઇવે પર હાજીપુર નજીક આવેલા ગોડાઉનમાંથી 150થી વધુ નંગ આશરે 4.5 ટન લાલ ચંદન, રૂ. 2.5 કરોડનો જથ્થો પકડી પાડ્યો હતો
.#RedSandalwoodSmuggling #IllegalTrade #AndhraPradesh #PatanLCB #ForestTheft #SmugglingBust #PatrolOperation #CrimePrevention #PoliceAction #EnvironmentalCrime #SandalwoodTheft #IllegalSmuggling #SustainableProtection #LawEnforcement #IndianPolice
ક્રાઇમ રિપોર્ટર :: રાકેશ પરમાર