અમદાવાદ શહેરઓનલાઇન કસીનો સટ્ટા બેટીંગની અલગ અલગ વેબસાઇટોના કલાઇન્ટ આઇ.ડી. મેળવી પોતાનાં આર્થીક ફાયદા સારૂ મોબાઈલ ફોન તથા લેપટોપમાં ઓનલાઇન કસીનો સટ્ટા બેટીંગની હારજીતનો જુગાર રમતા આરોપીઓ પકડાયેલ છે. બનાવ બાબતે આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપીઓ એકબીજા સાથે ભેગામળી ફ્રીમાં ઓનલાઇન મળતા ડી-બગીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટાર્ગેટેડ e-કોમર્સ વેબસાઇટ, ઓનલાઇન કસીનો વેબસાઇટ હેક કરી તથા પેમેન્ટ ગેટ-વેઝની પ્રોસેસમાં ચેડા કરી પ્રોડકટને નજીવા ભાવે મેળવી તેને વેચાણ કરી રૂપીયા કમાતા આવેલ હતા. આ કામના આરોપીઓએ હાલ સુધી આશરે રૂ.૭ કરોડની છેત્તરપિંડી ઠગાઈ કરેલ હોવાની કબૂલાત કરેલ છે જેની આગળની તપાસ હાલમાં ચાલુ છે.શોધાયેલ ગુનોડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ-A ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૫૦૦૩૨/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહિતા, (બી.એન.એસ.) ૨૦૨૩ ની કલમ ૩૧૯, ૩૩૫(એ)(૨), ૩૩૫(બી), ૩૩૮, ૩(૫), ૬૧ તથા આઇ.ટી. એક્ટની કલમ ૬૫, ૬૬(ડી) તથા જુગાર ધારા કલમ ૪, ૫ મુજબપકડાયેલ આરોપીઓ(૧) વિજય સ/ઓફ અમરાભાઈ કાળુભાઈ વાઘેલા રહે. મ.નં.૬, અશ્વમેઘ ટેનામેન્ટ, સોનરીયા બ્લોકની સામે, બાપુનગર, અમદાવાદ શહેર,રોલ- સર્ચ એંજીન પરથી ડી-બગીંગ સોફટવેર મેળવી બગ હંટીંગ કરી વેબસાઈટ કોમ્પ્રોમાઈઝ કરી પ્રોડક્ટ ઓર્ડર પ્લેસ કરવા.(૨) નિતેશ ઉર્ફે છોટુ સ/ઓફ સીતારામ નારાયણ મડતા રહે. ૭૭૬/૫૪૬૫, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર, અમદાવાદ શહેરરોલ- આરોપી વિજય વાઘેલાએ કરેલ બગ હંટીગથી મેળવેલ પ્રોડક્ટને વેચાણ કરી રૂપીયામેળવવાનું(૩) આદીલ સ/ઓફ વિજયભાઈ કાંતીલાલ પરમાર રહે. મ.નં.૭૭, રામીની ચાલી, ઓજસ હોસ્પિટલની બાજુમાં, રખીયાલ રોડ, રખીયાલ, અમદાવાદ શહેરરોલ- ઓનલાઈન સટ્ટાની વેબસાઇટ ઉપર પ્રાઇઝ પ્રેડીકશન કરી જુગાર રમી રૂપીયાકમાવવા.કબજે કરવામાં આવેલ મદ્દામાલ(૧) ગોલ્ડન કલરનો એપ્પલ કંપનીનો આઇફોન-૧૬ પ્રોમેકસ મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનની કિં.રૂ. ૧,૨૫,૦૦૦/-(૨) કાળા કલરનું Asus કંપનીનું tuf gaming લેપટોપ, જે લેપટોપની કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-(૩) કાળા કલરનો સેમસંગ કંપનીનો $23 Ultra મોબાઇલ ફોન, જે મોબાઇલ ફોનની કિં.રૂ. 30,०००/- गाय.(૪) વ્હાઇટ ગોલ્ડ કલરનો સેમસંગ કંપનીનો Z FOLD 4 મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનની डि.३. ४०,०००/-(૫) લીલા કલરનો એપ્પલ કંપનીનો આઇફોન-૧૩ $23 Ultra મોબાઇલ ફોન, જે મોબાઇલ ફોનની કિં.રૂ. ૨૫,૦૦૦/-(૬) એક વાદળી કલરનું જીઓ કંપનીનું ૩૦૦mbps વાઈફાઈ રાઉટર, જે વાઇફાઇ રાઉટરની डि.३. १०००/-(૭) એક કાળા કલરની SEAGATE કંપનીની હાર્ડ ડીસ્ક, જેની કિ.રૂ.૫૦૦૦/-(૮) બે SSD ડ્રાઇવ છે. જે બંનેની કિં.રૂ. ૫૦૦૦/-(G) PNG JEWELLERS ના સોનાની ખરીદીના બીલ નંગ – ૧૧(૧૦) એક વાદળી પીળા કલરના પુંઠાવાળી નોટ બુક વિગેરે મુદ્દામાલ જેની તમામની કિ.રૂ.૩,૩૧,૦૦૦/- ગણી શકાય.
એમ.ઓ.
ઓનલાઇન સર્ચ એંજીન ઉપર ઇ-કોમર્સ વેબસાઇટ તથા કસીનો બેટીંગ વેબસાઇટ સર્ચ કરી તે વેબસાઇટમાં સર્ચ એંજીન પરથી મેળવેલ કેડીટ તથા ડેબીટ કાર્ડ નંબર મેળવી તે માહિતી આધારે વેબસાઈટ પરથી શરૂઆતમાં ચોક્કસ પેમેન્ટ ગેટ વે પરથી પ્રોડકટ ખરીદ કરી ટ્રાંઝેક્શન કરી વેબસાઇટ સ્ક્રીપ્ટથી માહિતગાર થઈ ડી-બગીંગ સોફટવેર મારફતે વેબસાઇટ સાથે છેડછાડ કરી મૂળ કિંમત કરતા નજીવી રકમને પેમેન્ટ ગેટ-વેમાં એન્ટર કરી ખોટા સરનામે ઓર્ડર પ્લેસ કરી પ્રોડકટ મેળવી મર્ચન્ટ કંપની સાથે છેત્તરપિંડી ઠગાઈ કરવી. આરોપીઓ પ્રાઇઝ મોડીફિકેશન તથા રિસ્પોન્સ સ્ક્રિપ્ટ ચેન્જ ટેકનીકનો ઉપયોગ કરી ડી-બગીંગ સોફટવેર દ્વારા ઇ-કોમર્સ વેબસાઇટ તથા કસીનો બેટીંગ વેબસાઇટને કોમ્પ્રોમાઈઝ કરતા આવતા હતાં.
આરોપીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વેબસાઇટ
(1) www.pngjewellers.com
(૨) robu.in.
ઉપરોકત વિકટીમ / ટાર્ગેટ વેબસાઇટ સિવાય અન્ય કોઇ વેબસાઇટ ટાર્ગેટ કરવામાં આવેલ છે કે કેમ? તેની તપાસ ચાલુમાં છે
♦️ ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર