કાર માંથી 936 લિટર દેશી દારૂ  પકડી પાડતી ચાંદખેડા પોલીસ
Ahmedabad news

કાર માંથી 936 લિટર દેશી દારૂ પકડી પાડતી ચાંદખેડા પોલીસ

Views: 13
0 0
Spread the love

Read Time:3 Minute, 27 Second

ફોર્ડ ફિગો ફોર વ્હીલ ગાડીમાં દેશીદારૂ કુલ-૯૩૬ લિટર કિંમત રૂ.૧.૮૭,૨૦૦/- તથા ફોર વ્હીલ કાર કિંમત રૂ.૨.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂ.૪.૩૭,૨૦૦/- નો મુદ્દામાલ દેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ચાંદખેડા પોલીસ”

પોલીસ કમિશ્નરનાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૧ તથા ના.પો.કમિ. ઝોન-ર તથા મ.પો.કમિ.-એલ” ડીવીઝન નાઓએ યાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા તથા પ્રોહી/જુગારના ગુનાઓ શોધી કાઢવા સારુ સુચના કરેલ હોય જે અંગે સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.ખોખરનાઓએ સર્વેલન્સ મ.સ.ઇ. શરદ વિનોદકુમાર બ.નં.-૧૩૫૪૧ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા હોક સ્કોડના સ્ટાફના માણસોને પ્રોહિ/જુગારના ગુના શોધી કાઢવા સુચના કરતા મ.સ.ઇ. શરદ વિનોદકુમાર બ.નં.-૧૩૫૪૧ તથા હોક સ્કોડના સ્ટાફના માણસો સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અનાર્મ પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ તીકુસિંહ બ.નં.-૭૪૭૪નાઓને બાતમી હકીકત મળેલ કે, -એક સફેદ કલરની ફોર્ડ ફિગો કાર જી.જે.-૧૬ બી.એન.-૨૯૯૮ નો ચાલક તેના કબ્જાની કારમાં ગે.કા. દેશીદારૂનો જથ્થો ભરી લઇ અત્રેથી પસાર થવાનો છે” જે બાતમી હકીકત આધારે વોચમાં રહી સદરી ફોર વ્હીલ કાર ની પીછો કરતા તેનો ચાલક પોતાના કબ્જાની ફોર વ્હીલ કાર મુકી નાસી ગયેલ જે ફોર્ડ ફિગો કારમાં આગળની સીટ તથા પાછળની સીટમાં અલગ અલગ કુલ -૦૬ પ્લાસ્ટિકના થેલા જેની અંદર દેશીદારૂ ભરેલ નાની નાની પ્લાસ્ટિકની થેલીઓ જે કુલ્લે ૯૩૬ લિટર જેની કિંમત રૂ.૧,૮૭,૨૦૦/- તથા ફોર્ડ ફિગો કારની કિરૂ.૨,૫૦,૦૦૦/- ગણી કુલ્લે રૂ.૪,૩૭,૨૦૦/-નો મુદ્દામલ કબ્જે કરી નહી પકડાયેલ ફોર્ડ ફિગો કાર નંબર જી.જે.-૧૬ બી.એન.-બી.એન.-૨૯૯૮ ના ચાલક વિરૂધ્યમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૧૦૦૮૨૪૦૬૧૮/૨૦૨૪ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫(એ) (ઇ), ૯૮(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

શોધી કાઢેલ ગુનો:- ચાંદખેડા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૧૦૦૮૨૪૦૬૧૮/૨૦૨૪ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૯૮(૨) મુજબ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) ૨૬ મેણીયાના થેલામાં ભરેલ ૯૩૬ લીટર દેશીદારૂ કિ રૂ.૧,૮૭,૨૦૦/-

(૨) ફોર્ડ ફિંગો કાર જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળીકુલ્લે રૂ. ૪,૩૭,૨૦૦/- નો મુદ્દામાલ

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *