પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોતપેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલ
Banashkatha news

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોતપેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલ

Views: 8
1 0
Spread the love

Read Time:2 Minute, 25 Second

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોતપેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલ બનાસકાંઠાફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચ્યુનગર કારના આગળના ભાગ અને મોટરસાયકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા નામના યુવકો પોતાનું મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટીયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણચીંસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.મૃતકોના નામ મહીપતસિંગ ભજુસિંગ વાઘેલા પંકજસિંગ ધારૂસિંગ વાઘેલા યોગેન્દ્રસિંગ વીજુસિંગ વાઘેલા ઈજાગ્રસ્ત મહાવીરસિંહ દાદુસિંગ વાઘેલા ફોર્ચ્યુનગરના ચાલકે 200 મીટર સુધી બાઈકને ઢસક્યું પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ફોર્ચ્યુનગરના ચાલકે મોટર સાયકલને અડફેટે લઈને 200 મીટર સુધી ઢસડ્યું હતું. મોટરસાયકલ પર સવાર મહાવીરસિંહ નામનો યુવક ફેંકાય ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો મોટર સાયકલ સાથે જ ઢસડાયા હતા અને લોહીલુહાણ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *