અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એફ.એસ.એલ.સ રસ્તા પાસે રક્ષા શક્તિ યુનિર્વસીટીના ગેટ પાસે ફરિયાદીના ગળામાં હાથ નાખી એક સોનાની ચેઇન આશરે અઢી થી ત્રણ તોલા વજનની કિ.રૂ.૧,૪૦,૦૦૦/- ગણી શકાય તે સ્નેચીગ કરી લઇ જતા શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુના આધારે એક આરોપીને સોનાની ચૈન તથા મો.સા સાથે પકડી કુલ્લે કિ.રૂ.૨,૧૦,૦૦૦/- ની મત્તાના મુદામાલ કબ્જે કરી આરોપીને તા.૦૩/૧૦/૨૦૨૪ ના કલાક.૧૭/૪૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.
રવિ સ./ઓ.વીરૂભાઇ નારણભાઇ બાવરી ઉ.વ.૧૯ ધંધો. સિલાઇકામ રહે-સંતોષીનગરના છાપરા, રામાપીર મંદીરની બાજુમાં, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેર
શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૮૧૮/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ-૩૦૪(૨),૫૪ મુજબ
(૧) એક સોનાની ચેઇન કિ.રૂ.૧,૪૦,૦૦૦/- ની મત્તા
(૨) એક ટી.વી.એસ.કંપનીની રાઇડર મો.સા.જેનો નંબર જી.જે. ૦૧, એક્સ. આર. ૬૭૩૮ કિ.રૂ.૭૦,૦૦૦/- ની મત્તા
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર