અમદાવાદ : રાજ્યમાં દારૂ-જુગાર પર પ્રતિબંધ હોવા છતાં રોજ મોટી સંખ્યામાં દારૂ પકડાય છે. ત્યારે સાબરમતી ના ત્રાગડ ગામની પાછળ આવેલ રેલ્વે પાટા નજીક અવાવરૂ જગ્યામાં જાહેરમાં બે આરોપી ઓ પોતાની કાર માં વિદેશી દારૂ નું કટિંગ કરતા અમદાવાદ ના એલ.સી.બી ઝોન 2 સ્કોડ એ ઝડપી પાડયા હતા
અમદાવાદ માં ઝોન ૨ સાહેબ એ પોતાની એલ.સી.બી ઝોન 2 સ્કોડ ને પોહીવિસન ના અને જુગાર ના કેસ કરવાની સૂચના આપેલ હતી જ્યારે એલ.સી.બી ઝોન 2 સ્કોડ સાબરમતી વિસ્તાર માં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળતા સાબરમતી ના ત્રાગડ ગામની પાછળ આવેલ રેલ્વે પાટા નજીક અવાવરૂ જગ્યામાં જાહેરમાં બે આરોપી રણજીતભાઇ જગદીશભાઇ વાઘેલા અને રાજુ વિષ્ણુદાસ તોલાણ પોતાની પાસે રહેલી કબજાની હ્યુન્ડાઇ સેન્ટ્રો ગાડી નં.GJ-18-AC-1202 કારમાં ભારતીય બનાવટના વિદેશી ઇંગલીશ દારૂની બોટલો નંગ-૨૦૨ કિ.રૂ.૮૦,૪૦૦/- તથા મો.ફોન નં.૦૨ કિ.રૂ.૫,૮૦૦/- તથા રોકડ રૂ.૮૫૦/- મળી કુલ્લે રૂ.૨,૦૭,૦૫૦/- ના મત્તાના મુદ્દામાલ સાથે બને આરોપી ને પકડી પાડયા હતા
વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવના હતા
આ બંને આરોપી ઓ રાજસ્થાન વિજયનગર પોલો રિસોર્ટની આગળ આવેલ ખુલ્લા મેદાનમાં થી મોહનભાઇ ધુલાજી પાસે થી લાવીને. અમદાવાદ ના ગોતા વિસ્તાર માં રહેતા આરોપી ઇશુ અશોકભાઇ સીંધી ને આપવાના હતા હાલમાં એલ.સી.બી ઝોન 2 સ્કોડ દ્વારા આરોપી રણજીતભાઇ જગદીશભાઇ વાઘેલા અને રાજુ વિષ્ણુદાસ તોલાણ ને પકડી તેઓના વિરૂધ્ધ ધી પ્રોહી એક્ટ કલમ- મુજબ આગળ ની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપી ઇશુ અશોકભાઇ સીંધી ની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે
ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર