0
0
Read Time:1 Minute, 11 Second
આશરે એક માસ પહેલા કુબરનગર શાકમાર્કેટ માંથી હોન્ડા એક્ટીવા નંબર GJ-27CH-2670 ની ચોરી થયેલ, જે એક્ટીવા સાથે કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર તથા એક વ્યકતિની નોબલનગર ટર્નીંગ રોડ ઉપરથી પકડી વધુ તપાસ અર્થે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામા આવેલ છે.પકડાયેલ આરોપીઓના નામ :-(૧) રવિ ઉર્ફે નવાબ ઉર્ફે નિમો સ/ઓ રાજુભાઇ જાતે ભોઇ ઉ.વ ૨૦ રહે નવરંગવાસ ખોડીયાર માતાના મંદિરની પાસે બાપુજીનુ ફળીયુ ચીલોડાગામ નાના ચીલોડા અમદાવાદ શહેર(૨) કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરશોધાયેલ ગુનો :સરદારનગર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૪૨૦૩૯/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબકબ્જે કરેલ મુદ્દામાલ :એક ગ્રે કલરનુ હોન્ડા કંપનીનું એકટીવા નં. GJ-27CH-2670 કિમત રૂ ૨૫૦૦૦/-
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર