2
0
Read Time:1 Minute, 1 Second
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું છે. રાજ શેખાવતે કહ્યું, “ભાજપે સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિય સમાજની લોકસભાની ટિકિટના ભાગલાને લઈ અવગણના કરી.” તેમણે ઉમેર્યું, પરશોત્તમ રૂપાલાને જલદી જવાબ આપીશું. સમાજનું હિત એ જ મારું હિત છે.
ક્રાઇમ રિપોર્ટર :: રાકેશ પરમાર