રૂપાલાની ટિકિટ રદ ન થાય તો સુરેન્દ્રનગર જિલ્લાનાં 5 ગામમાં ભાજપને પ્રવેશબંધી
Surendrngar news

રૂપાલાની ટિકિટ રદ ન થાય તો સુરેન્દ્રનગર જિલ્લાનાં 5 ગામમાં ભાજપને પ્રવેશબંધી

Views: 23
0 0
Spread the love

Read Time:2 Minute, 8 Second

રૂપાલાની ટિકિટ રદ ન થાય તો સુરેન્દ્રનગર જિલ્લાનાં 5 ગામમાં ભાજપને પ્રવેશબંધી

પુરશોત્તમ રૂપાલને હટાવવાની માગનો વિરોધ ગામે ગામ શરૂ : રાજપૂત સમાજે બેનર લગાવીને કર્યો વિરોધરાજકોટ લોકસભાના ભાજપના પરશોત્તમ રૂપાલાની ટીપ્પણી સામે ક્ષત્રિયોના એક જૂથમાં નારાજગી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં ભાજપને પ્રચાર માટે પ્રવેશબંધી કરાઈ હોવાના પોસ્ટર લગાવાયા છે. જેના પગલે રાજકીય ગરમાવો ફેલાયો છે. આ સાથે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ પ્રવેશબંધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી, કેસરિયા, પેઢડા અને મોઢવાણા,તલસાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવાયા છે. જેમાં લખાયું છે કે, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે.નોંધનીય છે કે, સુરેન્દ્રનગર ભાજપમાં લોકસભાની બેઠક ઉપર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપ્યા બાદ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. બીજી તરફ હવે પ્રવેશબંધીના પોસ્ટર વોરથી ભાજપ મોવડી મંડળની ચિંતા વધી છે. ભાજપના પરશોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *