ગુજરાત ATS braking:  જળસીમામાંથી ક્રુ સાથે એક ઈરાની બોટ દિયાને ૪૨૫ કરોડની કિંમતના ૬૧ કિલો હેરોઈન સાથે પકડી પાડ્યો હતો.
Gujarat breaking news

ગુજરાત ATS braking: જળસીમામાંથી ક્રુ સાથે એક ઈરાની બોટ દિયાને ૪૨૫ કરોડની કિંમતના ૬૧ કિલો હેરોઈન સાથે પકડી પાડ્યો હતો.

Views: 28
2 0
Spread the love

Read Time:2 Minute, 29 Second

ઈરાની બોટમાંથી મળેલા હેરોઈનના કેસની તપાસ NIAને સોંપાશે425 કરોડની કિંમતના હેરોઈન કાંડના તાર ત્રાસવાદ સાથે જોડાયેલા હોવાની શક્યતાભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારતીય જળસીમામાંથી ક્રુ સાથે એક ઈરાની બોટ દિયાને ૪૨૫ કરોડની કિંમતના ૬૧ કિલો હેરોઈન સાથે પકડી પાડ્યો હતો. જેની તપાસમાં આંતકવાદી પ્રવૃત્તિ હોવાના પુરાવા મળી આવતી ગુજરાત ત્રાસવાદ વિરોધી દળએ કેન્દ્ર ગૃહવિભાગને રિપોર્ટ મોકલી આપ્યો હતો. જેના પગલે આ કેસની તપાસ આગામી દિવસોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવશે. નોંધનીય છે કે, છેલ્લા અઢાર મહિનામાં ભારતીય કોસ્ટગાર્ડે આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂ.૨,૩૫૫ કરોડની કિંમતના ૪૦૭ કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો.ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ICGએ વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરાબહેન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા. અંધારું થતાં જ ભારતીય જળસીમામાં લગભગ એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ઓખાના દરિયાકિનારાથી 340 કિમી (190 માઇલ) દૂર આ બોટ ફરતી હતી. જેથી ભારતીય કોસ્ટગાર્ડના જહાજો દ્વારા આ બોટને પડકારવામાં આવતા હોડીએ અણધારી દાવપેચ શરૂ કરી હતી. ત્યારબાદ બોટનો પીછો કરી રોકી હતી. બોટની તપાસ કરતા ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રુ હતા. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા તપાસ દરમિયાન ક્રુનું વર્તન શંકાસ્પદ જણાયું હતું. જેથી બોટની વ્યાપક તપાસ પછી બોટમાંથી ૪૨૫ કરોડની કિંમતનો ૬૧ કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો.

ક્રાઇમ રિપોર્ટર :: રાકેશ પરમાર, B,D chavada

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *