0
0
Read Time:47 Second
નર્મદાના એકતાનગર પોલીસ મથકના ASI જુગાર રમાડતા શખ્સ પાસેથી ₹3,000ની લાંચ લેતા ઝડપાયા નર્મદાના એકતાનગર પોલીસ મથકના બીટ-1માં ફરજ બજાવતા ASI ધવલ પટેલને જુગાર રમાડતા શખ્સ પાસેથી ₹3,000ની લાંચ લેતા ભરૂચ ACBએ ઝડપ્યા છે. ASI ધવલ પટેલ કેવડિયાના મુખ્ય બજારમાં લાંચની રકમ લેવા પહોંચ્યા ત્યારે ACBની ટીમે રંગે હાથ પકડ્યા છે. ASI ધવલ પટેલે જુગારના આંકડા લખનારા શખ્સને ફોન પર ધમકી આપી લાંચ માંગતા શખ્સે ભરૂચ ACBનો સંપર્ક કર્યો હતો.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર