દાઝી જતા મૃત્યુ:
સરખેજ: સરખેજ એસ.પી.રીંગ રોડ એપલવુડ ટાઉનશીપ પાસે આવેલ “સ્વાતી ટ્રીનીટી બિલ્ડીગ” ખાતે કામ કરતા અને ત્યાંજ રહેતા અરવિંદ રામેશ્વરપ્રસાદ ગુપ્તા (ઉ.વ.૪૭)( મુળ વતન ગામ- હરીપુરા તા-બભીના જી-ઝાસી ઉત્તરપ્રદેશ) તા.૦૩/૦૧/૨૦૨૪ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે “સ્વાતી ટ્રીનીટી બિલ્ડીગમાં ગ્લીનડર મશીન ઉપાડવા જતા અચાનક ભડકો થતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે તેમને સહયોગ હોસ્પીટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૦/૦૨/૨૦૨૪ રાતના ૧૧/૪૦ વાગે તેમનુ મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. પી.કે.ગૌસ્વામી ચલાવે છે.
આત્મહત્યાઃ-
સરખેજ: ચેતનભાઈ જગાભાઈ પરમાર (ઉ.વ.૨૪)(રહે, અક્ષર જનરેટર સામે તલાવડી ધોળકા રોડ નવી ફતેવાડી સરખેજ) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૨/૨૦૨૪ બપોરના ૩/૦૦ થી સાંજના ૭/૪૫ વાગ્યા દરમ્યાન રહેણાંક મકાનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. એ.એમ.ગોહીલ ચલાવે છે.
1ઓઢવ: (૧) રાજેશભાઇ રણછોડભાઇ પરમાર (ઉ.વ.૩૮) (રહે. મોમાઇનગર, ભિક્ષુક ગૃહ પાછળ, ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૧૦/૦૨/૨૦૨૪ રાતના ૮/૩૦ થી ૧૦/૫૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ. મનોજભાઇ ભીખાભાઇ ચલાવે છે.
ઓઢવ: (ર) કૃતિકા ડો/ઓ દિગમ્બર પીસે (ઉ.વ.૧૮)(રહે. મહાવીર પ્રભુ સોસાયટી અર્બુદાનગર ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૨/૨૦૨૪ સવારના ૧૦/૩૦ વાગ્યા પહેલા પોતાના ઘરે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસેઅકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. વી.એ.હરકટ ચલાવે છે.