માધવપુરા  માં  ચાલતા વરલી મટકાના આરોપીને રોકડ રકમ રૂ.૧૧,૧૨૦/- સાથે પકડી પાડતી ઝોન-૦૨ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
Ahemdavad

માધવપુરા માં ચાલતા વરલી મટકાના આરોપીને રોકડ રકમ રૂ.૧૧,૧૨૦/- સાથે પકડી પાડતી ઝોન-૦૨ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Views: 27
0 0
Spread the love

Read Time:3 Minute, 24 Second

માધવપુરા વિસ્તારમાંથી બોમ્બે વરલી મટકાના સટ્ટાનો જુગાર રમતા એક આરોપીને રોકડ નાણા સહીત રૂ.૧૧,૧૨૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨,

અમદાવાદ શહેર.પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર શ્રી, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર . ઝોન-૨ ની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને સમગ્ર ઝોન-ર વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૨૫/૦૪/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ તેમજ અ.પો.કો. ચિરાગકુમાર જયરામભાઈ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે માધવપુરા મહાકાળી રોડ, દેવજીપુરા પોલીસ લાઈનની સામે દુધેશ્વર ખાતે સંતોષી માતાના મંદીરની પાસે રોશની પાન પાર્લર નામના ખુલ્લા દરવાજાવાળા પાનના ગલ્લા ખાતે બેસી જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ પોતાની પાસેના મોબાઈલ ફોનમારફતે બોમ્બે વરલી મટકાના આંકડા લખી આંક ફરકનો નાણાની હારજીતનો સટ્ટાનો જુગાર રમી રમાડતા એક આરોપીને જુગારના સાધનો તથા રોકડ નાણા રુ.૧૦,૧૨૦/- મળી કુલ્લે રૂ.૧૧,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી- ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૨૮૯/૨૦૨૪ ધી જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીનુ નામ :- સમશેરખાન ગુલમોહમદખાન પઠાણ ઉવ ૫૩ રહે. બ્લોક નં ૦૮ મનં ૧૨૨ ગવર્નમેન્ટ એ-કોલોની, દુધેશ્વર રોડ, માધવપુરા અમદાવાદ શહેર.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (૩) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ. .. (૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ(બાતમી). (૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ (બાતમી). (૮) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (૯) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૧૦) અ.લો.૨. રોનક કુમાર જયરામભાઈ 1

  1. * ↩︎
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *