પરબ ગામની હદમાં આવેલ શ્રીલક્ષ્મી બુક એન્ડ પ્રીન્ટીંગ ફેક્ટરીમાં બનેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી.
Surat Gujarat

પરબ ગામની હદમાં આવેલ શ્રીલક્ષ્મી બુક એન્ડ પ્રીન્ટીંગ ફેક્ટરીમાં બનેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી.

Views: 21
1 0
Spread the love

Read Time:4 Minute, 51 Second

પોલીસ મહાનિરીક્ષકશ પ્રેમવિરસિંગ સાહેબશ્રી,સુરતવિભાગ સુરતનાઓની રાહબરી હેઠળ, હિતેશકુમાર જોયસર સાહેબ,પોલીસઅધિક્ષક,સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ મિલકત સંબધી તથા શરીર સબંધી વણ શોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા તેમજ આવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એડી ચાવડા પોલીસ ઇન્સેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરતગ્રામ્યની સુચના અને માર્ગદર્શન મુજબ,જિલ્લા એલ.સી.બીની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામાં વર્ક ચાલુ કરેલ.જે આધારે એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં બનેલ મિલકત સંબધી તથા શરીર સંબધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરી કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અ.હે.કો.વિક્રમ સગરામભાઈ તથા હે.કો.રાજેશબળદેવભાઇ તથા પો.કો.દિપક અનિલભાઇ નાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “વરેલીગામ ખાતે રહેતો ફુરખાન અલી નામના વ્યક્તિએ પરબગામની હદમાં ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ શ્રીલક્ષ્મી બુક એન્ડ પ્રીન્ટીંગની ફેક્ટરીમાંથી નોટબુકોની ચોરી કરી જે નોટબુકોના સેમ્પલો લઇ વેચાણ કરવા માટે નિકળેલ છે અને હાલમા પલ્સર મો.સા. રજી નં.GJ-05-HF-6087ની લઇને નવાગામ ઉધ્યોગનગર બ્રીજની નીચે ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનુ આખી બાંયનું શર્ટ તથા ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ છે. જે આધારે હકિકતવાળી જગ્યાએથી આરોપીને દબોચી લઈ, ઝડતી કરતા તેના કબ્જામાથી અલગ અલગનોટબુક મળી આવતા જે બાબતે સઘન પુછપરછ કરતા પરબગામેથી લક્ષ્મી બુક એન્ડ પ્રીન્ટીંગની ફેક્ટરીમાથી ચોરી કરેલ હોવાનુ અને ચોરી કરેલ અન્ય જથ્થો પોતાના ઘરે રાખેલ હોવાનું જણાવતા આરોપીને સાથે રાખી વરેલીગામે આરોપીના ઘરમાથી ચોરી કરેલ નોટબુકનો જથ્થો, કુલ કિ.રૂ.૬૮,૭૬૩/-નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ છે.પકડાયેલ આરોપીની વિગત1. ફુરખાનઅલી ઇસરતઅલી અલી ઉ.વ-૨૮ ધંધો-મજુરી રહે-વરેલીગામ,વલ્લભનગર, તા.પલસાણા જી.સુરત મુળ રહે-મકાન નં.૧૦૨, ગોરાબજાર,થાના.સિવિલલાઇન તા.જી.મુરાદાબાદ (યુ.પી.)શોધી કાઢેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાની વિગત>> કામરેજ પોલીસ સ્ટેશન, ગુ.ર.નં.A-112140-2024-1123/2024, L.P.C કલમ. ૪૫૭, ૩૮૦ મુજબકબ્જે કરેલ મુદામાલની વિગત1. લક્ષ્મી બુક & પ્રીન્ટીંગમાથી ચોરી કરેલ નોટબુકો નંગ-૯૧૫ જેની કિ.રૂ.૨૮,૫૯૩/-2. મોટર સાઇકલ નંગ-૦૧ કિ.રૂ.૩૫,૦૦0/-૩. મોબાઇલ ફોન -૦૧ કિ.રૂ.૫,૦૦૦/-4. રોકડા રૂપીયા ૧૭૦કુલ મુદ્દામાલ કિ.રૂ.૬૮,૭૬૩/-

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

આર.બી.ભટોળ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી સુરત ગ્રામ્ય

એ.ડી.ચાવડા પોલીસ ઇમ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય

પી .સી.સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

એલ.જી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

એમ.આર.શકોરીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ

હે.કો રાજેશભાઇ બળદેવભાઇ

આ.પો.કો દિપકભાઇ અનિલભાઇ

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *