ઘરફોડ:-
કાલુપુર: કમલેશ સ/ઓ ઘનશ્યામદાસ મોતીયાણી (રહે. મારૂતિ બંગ્લોઝ-૧ હાંસોલ સરદારનગર) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૦૨/૨૦૨૪ રાતના ૯/૩૦ થી તા.૧૫/૦૨/૨૦૨૪ સવારનાં ૭/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન કાલુપુર રેવડી બજાર પોસ્ટ ઓફીસ પાછળ જુમ્માની બજાર દુકાન નંબર એ/૧૦ કમલેશકુમાર ધંશ્યામદાસ ધોતીવાલા નામની કપડાંની દુકાનના શટરના તાળાં તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડ રૂપિયા ૧,૧૨,૦૦૦/- ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી પ્રદીપકુમાર નાનાલાલ ચલાવે છે.
ચાંદખેડા: કિર્તીકુમાર દશરથલાલ બ્રહ્મભટ (રહે. સિધ્ધી ફલેટ જનતાનગરની બાજુમાં ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૨/૨૦૨૪ બપોરના ૧/૩૦ થી સાંજના ૫/૧૫ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી ચાંદીની વસ્તુઓ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૬,૫૬,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એલ.ચૌહાણ ચલાવે છે.
વાહન ચોરીઃ-
નરોડા: જગુભાઈ સુરગભાઈ ધાધલ (ઉ.વ.૪૬) (રહે. ગામ-વરસડા રામજી મંદિરની બાજુમાં તા.જી- અમરેલી) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૦૨/૨૦૨૪ રાતના ૧૦/૦૦ થી તા.૧૫/૦૨/૨૦૨૪ સવારના ૫/૩૦ વાગ્યા સુધીના સમયગાળ દરમ્યાન નરોડા કૃષ્ણનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે પાર્કીંગમાં પાર્ક કરેલ બસ નંબર જીજે ૧૮ ઝેડ ૭૫૬૮ કિમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી ઇશ્વરસિંહ દશરથસિંહ ચલાવે છે.
અપમૃત્યુ
ઈસનપુર: દિલીપભાઈ ગોકુલજી ઠાકોર (ઉ.વ.૪૧) (રહે. માતૃભક્તિ સોસાયટી કેવડાવાળી ચાલી પાછળ કેનાલ રોડ હરિદર્શનની બાજુમાં અમરાઈવાડી) તા.૧૫/૦૨/૨૦૨૪ સવારના ૧૦/૦૦ વાગ્યાના સુમારે નારોલ સર્કલ કાશીરામ રોડ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ આગળ ગુજરાત ટિમ્બરના મેઈન ગેટ નજીક ગાડીમાંથી પ્લાયવુડની સીટ ઉતારતા હતા દરમ્યાન ગાડીમાંથી સીટનો જથ્થો એકાએક સરકી જતા દિલીપભાઈ ઉપર પડતાં તેઓ દબાઈ જતાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યું નિપજયું હતુ. આ અંગે ઈસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. આર.બી.તેલે ચલાવે છે.
નારોલઃ નારોલ સ્વસ્તિક બંસીધરની ગલી સુદામા એસ્ટેટ પાસે રાજકૃપા ઇન્ડીયા પ્રા.લી. ટેક્ષટાઇલ્સ નામની કંપનીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા શૈલેન્દ્રકુમાર સ/ઓ જવાનારામ હીરાગર (ઉ.વ.૨૭) (રહે. ચામુંડાપાર્ક સોસાયટી શ્યામવિહાર ફલેટ સામે શાહવાડી ગામ નારોલ) તા.૧૪/૦૨/૨૦૨૪ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે કંપનીનો દરવાજો બંધ કરતી વખતે દરવાજામાં માથુ આવી જતા માથામા ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેમને એલ.જી.હોસ્પીટલ ખાતે લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ગેલાભાઇ ભોપાભાઇ ચલાવે છે.
આત્મહત્યાઃ-
વાડજઃ મંજુલાબહેન બુધાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચાવડા (ઉ.વ.૪૦) (રહે. આંબેડકરની ચાલી રામાપીરનો ટેકરો નવા વાડજ) એ અગમ્ય કારણસર તા.૧૪/૦૨/૨૦૨૪ રાતના ૧૧/૪ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાડજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ. ડી.જે.દેસાઈ ચલાવે છે.