1
0
Read Time:56 Second
વડોદરામાં મકાનમાં ભોંયરું બનાવી વિદેશી દારૂ વેચતો શખ્સ ₹15.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો વડોદરાના નંદેસરીમાં રહેણાંક મકાનમાં ભોંયરું બનાવી વિદેશી દારૂનું વેચાણ કરતો મહેશ ગોહિલ નામનો શખ્સ ₹15.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. પોલીસે નંદેસરીમાં રેડ કરી તપાસ કરતા મહેશ ગોહિલે પોતાના મકાનમાં વિદેશી દારૂ ભરેલા ભોંયરાને છુપાવવા માટે ઓઇલ હાઇડ્રોલિક પંપનો દરવાજો બવાવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, હાઇડ્રોલિક પંપ અને મોબાઇલ સહીતનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર