અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો
Blog

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Views: 25
0 0
Spread the love

Read Time:4 Minute, 6 Second

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો.

અહેવાલ :- કેયુર ઠકકર ( અમદાવાદ ) ઉનાળા ના વેકેશન દરમિયાન લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા લાઈન બોયના માનસમાં સકારાત્મક ક્રિએટિવિટી નો વિકાસ થાય અને લાઈન બોય ની છાપ સુધરે, ઉપરાંત પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય એવા શુભ આશયથી અમદાવાદ શહેરના મા.પોલીસ કમીશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા નવતર પહેલ કરી, અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાર્ટર, ગાયકવાડ હવેલી, દાણીલીમડા, ઈસનપુર, વટવા, મણિનગર, ગોમતીપુર, શાહીબાગ વિસ્તારોમાં આવેલ પોલીસ લાઈનમાં સામજીક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પ નું આયોજન કરવા તમામ વિસ્તારના પો.સ્ટે ના થાણા અમલદારો અને પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી હતી,અમદાવાદ શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ કમીશ્નર, સેકટર ૦૨ મા.નીરજ બડગુજર, મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ શ્રી રવિ મોહન સૈની, જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન ૦૬ વિસ્તારમાં દાણીલીમડા ખાતે આવેલ આંબેડકર હોલ મણિનગર શાહઆલમ ખાતે આવેલ એફ કોલોની, વટવા પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આશરે ૧૫૦ જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો,અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેનાથી બાળકોમાં સ્વયમ શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય, અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઈનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પ સફળ કરવા માટે મણિનગર પી.આઈ ડી.પી.ઉનડકટ, વટવા પી.આઈ કુલદીપ ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ એમ.આર.બ્રહ્મભટ્ટ, she team ના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આયોજન કરવામાં આવેલ, આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ, અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમલ, સહિતના ઇન્સ્ટ્રકટર દ્વારા માનદ સેવા આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ,આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ઇન્ચાર્જ અધિક પોલીસ કમીશ્નર, સેકટર ૦૨ મા.નીરજ બડગુજર, મા.ડી.સી.પી ઝોન ૦૬, શ્રી રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા મણિનગર અને વટવા ખાતે ચાલતા સમર કેમ્પની મુલાકાત કરી હતી, પોલીસ પરીવારના બાળકો તથા તેના માતાપિતા અને માનદ સેવા આપતા ઇન્સ્ટ્રકટરને મળી પોલીસ પરિવાર દ્વારા આયોજીત સમર કેમ્પમાં કરવામાં આવતી પ્રવૃતીની સમીક્ષા કરી અમદાવાદ શહેર પોલીસની કામગીરીની સરાહના સાથે, બિરદાવવામાં આવેલ હતી.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *