0
0
Read Time:57 Second
બિલ્કીસ બાનો કેસના દોષિતોએ વહેલી જેલ મુક્તિ રદ કરવામાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો બિલ્કીસ બાનો ગેંગ-રેપના 2 દોષિતોએ તેમની વહેલી મુક્તિને રદ કરવાના નિર્ણયને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. રાધેશ્યામ ભગવાનદાસ શાહ અને રાજુભાઈ બાબુલાલની અરજીમાં કહેવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટની 2 બેન્ચે તેમની * મુક્તિ અંગે વિરોધાભાસી મંતવ્યો આપતા “અસંગત” પરિસ્થિતિ ઊભી થઈ છે. દોષિતોને 2022માં જેલમાંથી મુક્ત કરાયા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે તેમની મુક્તિ રદ કરી અને આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર