0
0
Read Time:53 Second
ગુજરાતમાં 3 ફૂટ ઊંચા યુવકે કર્યું એમબીબીએસ, કહેવાય છે ‘વિશ્વનો સૌથી ટૂંકો ડોક્ટર’ વામનપણાથી પીડિત 23 વર્ષીય યુવક, જેને અગાઉ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એમબીબીએસ કરવા માટે અયોગ્ય જાહેર કરાયો હતો તેણે ગુજરાતમાં ડિગ્રી મેળવી છે. કોલેજના ડીને જણાવ્યું કે, ત્રણ ફૂટ ઊંચો ગણેશ બારૈયા હવે ‘વિશ્વના સૌથી ટૂંકા ડોક્ટર’ના બિરુદ માટે સ્પર્ધા કરવા પાત્ર છે. ડૉ. ગણેશે 2019માં એમબીબીએસ માટે પ્રવેશ મેળવ્યો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે એડમિશન મંજૂર કર્યું હતું.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર