વટવા રિંગ રોડ પર રૂ.200ની લાંચ લેતા બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ ઝડપાયા
Ahmedabad news

વટવા રિંગ રોડ પર રૂ.200ની લાંચ લેતા બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ ઝડપાયા

Views: 28
2 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

વટવા રિંગ રોડ પર રૂ.200ની લાંચ લેતા બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ ઝડપાયા વાહનચાલકો પાસેથી લાંચ લેતા હોવાની બાતમી બાદ એસીબીએ ટ્રેપ ગોઠવીવટવા એસ.પી. રિંગ રોડ પર આવતા જતા વાહનચાલકો પાસે પુરતા દસ્તાવેજ હોવા છતાં પોલીસકર્મી લાંચ લઇ રહ્યાં હોવાની બાતમી એસીબીને મળી હતી. બાતમીના આધારે એસીબીએ ડીકોય ટ્રેપ ગોઠવી હતી. જેમાં 200ની લાંચ લેતા હોમગાર્ડ અને બે કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ત્રણેયની એસીબીએ ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. એસીબીને માહિતી મળી હતી કે, અમદાવાદ શહેર, જિલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં પોલીસ અધિકારી, કર્મચારી, જીઆરડી, ટીઆરબી તથા વચેટીયા રોડ ઉપર આવતા જતા વાહનચાલકો પાસે કાયદેસરના કાગળો હોવા છતાં યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન કરી રૂ. 200થી 5000 સુધીની લાંચ લેવામાં આવે છે. જે આધારે વોચ રાખી લાંચના ડીકોય છટકાનું આયોજન એસીબીએ કર્યું હતું. જે લાંચના ડીકોય છટકા દરમ્યાન ખાનગી વાહનમાં એસીબીના અધિકારીઓ સહિતનો સ્ટાફ જગ્યાએ પહોંચ્યો હતો. જ્યાં હોમગાર્ડે તેમની ગાડી અટકાવી હતી અને ત્યારબાદ 200 રૂપિયા લાંચ માગી હતી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *