આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર ને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨
Ahemdavad

આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર ને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨

Views: 30
1 0
Spread the love

Read Time:4 Minute, 0 Second

આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનર શહેર ના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર શ્રી,સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાઢી તેમજ હાલમા ચાલી રહેલ ટાટા આઈ.પી.એલ. ક્રીકેટ મેચ સિરીઝ અન્વયે ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ તેમજ પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૫ રો નંબર-ડી સીટ નં ૧૦૬ માં બેઠેલ આરોપીએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુમેચે પોતાના મોબાઇલ ફોનમાં બુકી પાસેથી મેળવેલ જુદા-જુદા માસ્ટર આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા સારૂ જુદા જુદા ગ્રાહકોને આઈ.ડી. આપી ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી મોબાઈલ ફોન નંગ-૦૧ તથા રોકડા નાણા રૂ.૧૭,૬૦૦/- મળી કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી- ગુ.ર.ન.૧૧૧૯૧૦૦૮૨૪૦૨૫૦/૨૦૨૪ ઘી જુગાર ધારા કલમ ૧૨-અ મુજબનો ગુનો દાખલ કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.,

આરોપીઓના નામ :-

(૧) રોહીતકુમાર પ્રભુભાઈ પ્રજાપતિ ઉવ ૨૬ રહે. ગામ- નગરાસણ પ્રજાપતિવાસ, તા.કડી, જી.મહેસાણા. (૨) વોન્ટેડ: માસ્ટર આઈ.ડી. આપનાર

(૧) કિરણભાઈ પટેલ રહે. કડી જી.મહેસાણા

(૨) મીહીર પટેલ રહે. કડી જી.મહેસાણા

(૩) અંકીત પટેલ રહે.મહેસાણા

(૪) આર.કે. અમદાવાદ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ: (૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (બાતમી). (૩) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૪) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (બાતમી). (૫) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *