2
0
Read Time:52 Second
વડોદરામાં ચોરીની મોપેડ લઇને આવતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી વડોદરામાં ધવલ ચાર રસ્તા પાસેથી ચોરીની મોપેડ લઇને આવતા 32 વર્ષીય ખાલીદ ગજીયાવાલા નામના શખ્સની વારસીયા પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં ખાલીદે મોપેડ અપ્સરા સ્કાયલાઇન એપાર્ટમેન્ટમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે તેમજ ખાલીદ અન્ય કેટલાંક કેસમાં રીઢો આરોપી હોવાનું પણ સામે આવ્યું છે. વારસીયા પોલીસે ખાલીદ ગજીયાવાલા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gujarat prime time news
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર