0
0
Read Time:58 Second
વડોદરાના પૂર્વ મેયર ભાજપમાંથી સસ્પેન્ડ, તેઓ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, વડોદરામાં ભાજપના નિયુક્ત થયેલા લોકસભા ચૂંટણીના ઉમેદવાર રંજન ભટ્ટના સંદર્ભમાં જ્યોતિબેન ગુરૂવારે પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાના હતાં. જોકે, પાર્ટીએ એ પહેલાં જ તેમને સસ્પેન્ડ કર્યા છે. તેઓ વડોદરા શહેરના મેયર રહી ચૂક્યાં છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ