ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મહિલા કર્મીના આપધાતનું કારણ અકબંધ:
Bhavngar news

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મહિલા કર્મીના આપધાતનું કારણ અકબંધ:

Views: 10
1 0
Spread the love

Read Time:1 Minute, 50 Second

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મહિલા કર્મીના આપધાતનું કારણ અકબંધ: પોલીસ તપાસ શરૂ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે કોઈ કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સીટી પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) તરીકે ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.આ ઘટનાના પગલે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત સહિત ધ્રાંગધ્રા તાલુકા અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકનો કાફલો તાકીદે બનાવના સ્થળે દોડી ગયો હતો. ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારી રિટાબેનનું મોત થતા પોલીસ બેડામાં શોક લાગણી ફેલાઇ જવા પામી હતી. તેમના મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા આ કેસની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *