2
0
Read Time:56 Second
જામનગરના જામસાહેબે બીજો પત્ર લખી રૂપાલાને માફ કરવા અને પીએમ મોદીને ત્રીજીવાર જીતાડવા ક્ષત્રિય સમાજને અપીલ કરી જામનગરના રાજવી પરિવારના જામસાહેબે બુધવારે બીજો પત્ર જાહેર કરી લખ્યું કે, “રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ધર્મગુરૂઓની સામે માફી માગે તો માફી આપવી જોઇએ. મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની આ ચૂંટણી છે.” વધુમાં ઉમેર્યું, તેમણે દેશને આગળ વધાર્યો છે તે ધ્યાને લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે જામસાહેબે પ્રથમ પત્રમાં લોકશાહી રીતે જવાબ આપવા રાજપૂતોને અપીલ કરી હતી.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર