ATM સેન્ટરમાં ચોરીના પ્રયાસ માટે મશીનની સ્ક્રીન તોડી નાખનાર ઝડપાયો યુકો
Ahmedabad news

ATM સેન્ટરમાં ચોરીના પ્રયાસ માટે મશીનની સ્ક્રીન તોડી નાખનાર ઝડપાયો યુકો

Views: 24
2 0
Spread the love

Read Time:1 Minute, 55 Second

ATM સેન્ટરમાં ચોરીના પ્રયાસ માટે મશીનની સ્ક્રીન તોડી નાખનાર ઝડપાયો યુકો બેંકની ભદ્ર શાખાના એટીએમનો બનાવઅમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી યુકો બેન્કની ભદ્ર શાખાના એટીએમ સેન્ટરમાં એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી મશીનમાં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે આ રીઢો ચોર ચોરી કરવામાં સફળ ન થતાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે, બેન્ક એટીએમના સીસીટીવમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી. જેથી સીસીટીવી ફૂટેજની મદદથી કારંજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ કરતા આરોપી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.

ગત રવિવારે યુકો બેન્કની ભદ્ર શાખાના એટીએમ સેન્ટરનું મશીન બંધ હોવાની એક વ્યક્તિએ જાણ કરી હતી. મશીન બંધ હોવાની સાથે સાથે સ્ક્રીનનો કાચ પણ તુટેલો હતો. જેથી તપાસ કરતા એટીએમ સેન્ટરના મશીનની સ્ક્રીનની સાથે દરવાજામાં પણ તોડફોડ કરાઇ હતી. આ મામલે કારંજ પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી ફુટેજ તપાસ કરીને ચોરીના પ્રયાસ માટે તોડફોડ કરનાર સુલેમાન ઉર્ફે ગાંડા ફરીદઅહેમદ ઉર્ફે ફિરોજ શેખ(રહે. જમાલપુર)ની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરતા આરોપી રીઢો ગુનેગાર છે અને અગાઉ ગાયકવાડ હવેલી અને કાગડાપીઠમાં ચોરી, મારામારી જેવા ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *