પશ્ચિમ રેલવેએ ઉનાળું વેકેશનમાં 9થી વધુ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી
એપ્રિલથી લઇને જુલાઇ વચ્ચે કેટલીક ટ્રેનોના 22 ફેરા અને કેટલીક ટ્રેનોના 44 ફેરા થશેપશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં મુસાફરોની માગને પહોંચી વળવા માટે કેટલીક વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
જુદા જદા પ્રકારની 9થી વધારે ટ્રેનો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજયમાં હાલમાં ધો.10 અને 12ની પરીક્ષા પૂરી થઇ ચુકી છે. આગામી દિવસોમાં કોલેજોની પરીક્ષા પૂરી થવાની છે ત્યારે પૂર્વોત્તર રાજયોમાં જવા ઇચ્છતાં મુસાફરો સહિત ફરવા જવા ઇચ્છતાં નાગરિકોને પણ રેલવેની કન્ફર્મ ટિકીટ મળતી નથી. આ પ્રકારની ફરિયાદ ઉચ્ચસ્તરે પહોંચ્યા બાદ પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટ્રેન નં. 09097-09098 બાંદ્રા ટર્મિનસ- વૈષ્ણોદેવી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન દોડાવાશે. આ ટ્રેન બાંદ્રાથી 21મી એપ્રિલથી 30મી જૂન વચ્ચે અને વૈષ્ણોદેવીથી 23મી એપ્રિલથી 2 જુલાઇ વચ્ચે દોડાવાશે. રસ્તામાં આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, રતલામ સહિતના સ્ટેશનોએ ઊભી રહેશે. ટ્રેન નં. 09525-09526 હાપા-નાહરલાગુન વચ્ચે (સાપ્તાહિક) 22 ફેરા ટ્રેન દોડાવાશે.આ ટ્રેન હાપાથી 17મી એપ્રિલથી 26મી જૂન વચ્ચે દોડશે.