આઈ.પી.એલ. ક્રિકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા બે આરોપીઓને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર -૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી જુગારની ગે.કા. પ્રવ્રુતિઓ શોધી કાઢી તેમજ હાલમા ચાલી રહેલ ટાટા આઈ.પી.એલ. ક્રીકેટ મેચ સિરીઝ અન્વયે ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ કચરાજી બને ૭૬૫૫ તથા હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭ તથા અ.લો.૨. રોનકકુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૬ રો નંબર- બી સીટ નં ૧૩૩ તથા તેની બાજુમાં બેઠેલઆરોપીઓએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુ મેચે પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટાની આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઈલ ફોન નંગ-૦૨ તથા રોકડા નાણા રૂ.૧૩,૨૦૦/- મળી કુલ્લે રૂ.૨૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેઓની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી-ગુ.ર.ન.૧૧૧૯૧૦૦૮૨૪૦૨૫૧/૨૦૨૪ ધી જુગાર ધારા કલમ ૧૨-અ મુજબનો ગુનો દાખલ કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર