ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલ તથા ડીઝલ ચોરી કરતી ગેંગના ૩ ઇસમો મુદ્દામાલ કિ.રૂ.૨૬,૧૬,૨૬૮/- સાથે ઝડપી પાડતી ચાંદખેડા પોલીસ
Ahemdavad

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલ તથા ડીઝલ ચોરી કરતી ગેંગના ૩ ઇસમો મુદ્દામાલ કિ.રૂ.૨૬,૧૬,૨૬૮/- સાથે ઝડપી પાડતી ચાંદખેડા પોલીસ

Views: 17
1 0
Spread the love

Read Time:4 Minute, 44 Second

અમદાવાદ ના પોલીસ કમિશ્નર સા. નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશ્નર સા સેક્ટર -૧ તથા ના.પો.કમિ.સા.શ્રી ઝોન-૨ તથા મ.પો.કમિ.સા. “એલ” ડીવીઝન નાઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અંગે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી વી.જી.ડાભી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ ગુના શોધી કાઢવા સુચના કરતા. પો.સ.ઇ શ્રી વી.જી.ડાભી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.પો.કો. હિતેશકુમાર બબાભાઇ બ.નં.-૧૧૯૭૦ નાઓની બાતમી હકીકત મળેલ કે, ચાંદખેડા અનન્યા સ્કુલ આગળ મનીષભાઇ લાલભાઇ પટેલ રહે.ઝુંડાલ, ગાંધીનગર ના ખેતરમાં કેટલાક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ, પેટ્રોલ કાઢવાની પ્રવુતિ કરે છે, જે પ્રવૃતિ હાલમાં ચાલુ છે* જે બાતમી હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યા ઉપર જતા ટેન્કર નં GJ-01-DV-5433 માંથી ટેન્કરનો ડ્રાયવર લક્ષ્મણ શોભનાથ ગુપ્તા તથા ઉગ્રશ્યામ ઉર્ફે ઉગ્ગુ સ/ઓ શોભનાથસિંહ રાજપુત તથા અશોક સ/ઓ શોભનાથસિંહ રાજપુત નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પેટ્રોલ તથા ડિઝલનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી, માણસોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે પેટ્રોલ, ડિઝલ જેવા જવલીનશીલ પેટ્રોલિયમ પદાર્થનુ કોઇપણ જાતની સુરક્ષા સાધનો વિના જાહેરમાં ટેન્કરમાંથી પેટ્રોલ, ડિઝલ કાઢી ટેન્કરની કિ.રૂ.૨૫,૭૮,૦૦૮/- ની જે ટેન્કરમાંથી ૯૦ લિટર પેટ્રોલ તથા ૧૨૦ લિટર ડિઝલના ભરેલ કુલ -૦૩ કેરબા કિંમત રૂ.૮,૪૬૦ તથા ડિઝલ ભરેલ કેરબા કુલ -૦૪ ની કિંમત રૂ.૧૦,૮૦૦/- તથા મોબાઇલ ફોન કુલ-૦૩ કિં રૂ. ૧૮૦૦૦/- તથા ટેક્ષ ઇનવોઇઝ બિલ કુલ-૦૨ તથા ફોલ્ડર ફાઇલ જેની અંદર ટેન્કર નં જી.જે.-૦૧ ડી.વી.-૫૪૩૩ ની આર.ટી.ઓ. લગત સર્ટિફિકેટ ના કાગળો કુલ્લે -૦૭ કિંમત રૂ.૦૦/- મળી કુલ્લે રૂ.૨૬,૧૬,૨૬૮/-ના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડ દરમ્યાન મળી આવી પકડાઈ ગયેલ હોય, જેઓ વિરૂધ્ધમાં અત્રેના ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૧૦૦૮૨૪૦૩૯૫/૨૦૨૪ ધી ઇ.પી.કો.કલમ -૪૦૭, ૪૧૪, ૨૮૫, ૧૧૪ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.તા-૧૫/૦૫/૨૦૨૪. પકડાયેલ આરોપીઓ:-1. લક્ષ્મણ શોભનાથ ગુપ્તા ઉ.વ.-પર ધંધો-ડ્રાઇવીંગ, રહે.-બી/૬૧૪, ઓમશાંતિ રાજનિવાસ, ઓમ શાંતિ ગોલ્ડ ફલેટની બાજુમાં, વટવા-કેનાલ રોડ, આક્રુતિ ચાર રસ્તા,લાંભા રોડ, અમદાવાદ શહેર.2. ઉગ્રશ્યામ ઉર્ફે ઉગ્ગુ સ/ઓ શોભનાથસિંહ રાજપુત ઉ.વ.-૫૧ ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.-૩૦, સત્યમ બંગ્લોઝ, આઇ.ઓ.સી.રોડ, ચાંદખેડા, અમદાવાદ શહેર3. અશોક સ/ઓ શોભનાથસિંહ રાજપુત ઉ.વ.-૪૩ ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.-૨૮, મણીભદ્રસોસાયટી, ચાંદખેડા રેલ્વે સ્ટેશનની સામે, ધરતી ક્રિસ્ટલની સામે, ચાંદખેડા,અમદાવાદ શહેર.: આરોપીઓના ગુનાહિત ઇતિહાસ:-1. ઉગ્રશ્યામ ઉર્ફે ઉગ્ગુ સ/ઓ શોભનાથસિંહ રાજપુત2. અશોક સ/ઓ શોભનાથસિંહ રાજપુતઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુધ્ધમાં સાબરમતી પોલીસસ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં. ૪૮/૧૮ ધી ઇ.પી.કો કલમ ૧૪૩, ૪૨૭, ૪૪૭, ૫૦૬(૨)મુજબની ફરીયાદ દાખલ થયેલ છે.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *