શાહીબાગ સામવેદ ટાવરમાં વૃધ્ધાને ચપ્પુ બતાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર મહીલાને પકડી ગુનાનો ભેદ ઉકેલતી શાહીબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવૉડ
Ahemdavad

શાહીબાગ સામવેદ ટાવરમાં વૃધ્ધાને ચપ્પુ બતાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર મહીલાને પકડી ગુનાનો ભેદ ઉકેલતી શાહીબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવૉડ

Views: 19
0 0
Spread the love

Read Time:2 Minute, 41 Second

પોલીસ કમિશ્નર , અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમીશ્નર ,સેક્ટર-૨, અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર , “એફ” ડીવીઝન, અમદાવાદ શહેર નાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા સારૂ સુચના કરેલ જે અનુસંધાને શાહીબાગ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. જીગ્નેશભાઇ મનુભાઇ બ.નં.પર૫૧ તથા અ.પો.કો.આનંદસિંહ મહીપાલસિંહ બ.નં.૧૨૯૯૫ નાઓને સંયુક્ત બાતમી હકીકત આપેલ કે “ એક બેન જેણે શરીરે બદામી કલરની તેમજ લાલ કલરના પાલવવાળી સાડી પહેરેલ છે. તે હાલમાં કોઈ જગ્યાએથી સોનાના દાગીનાની ચોરી કરી તે દાગીના સગેવગે કરવા સારૂ મોહનસિનેમા સર્કલ આજુબાજુ ફરે છે.” વિગેરે હકીકત આધારે ઉપરોકત આરોપીબેનને પકડી લઇ તેની પાસેથી સોનાની બંગડીઓ મળી આવતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા મોબાઇલ પૉકેટ કૉપમાં ચેક કરતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૪૫૬/૨૦૨૪ ધી.ઇ.પીકો કલમ-૩૯૪, ૪૪૮, ૪૫૧, ૪પર તથા જીપીએકટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના કામે તા.૧૧/૦૬/૨૦૨૩ ના કલાક.૧૬/૪૫ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.આરોપીબેનનું નામ :- શોભનાબેન ઉર્ફે લીલાબેન વા./ઓ.કલ્પેશભાઇ ગણેશભાઇ ભીલ ઉ.વ.૩૫ ધંધો.ઘરકામ રહે.ગોવાજીના છાપરા, અસારવા બ્રીજ નીચે, અસારવા, અમદાવાદશહેરકબ્જે કરેલ મુદ્દામાલ:- સોનાની બે બંગડીઓ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા એક ચપ્પુકિ.રૂ.૦૦/૦૦ ગણી શકાયકામગીરી કરનાર અધી/કર્મચારી:-ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.ડી.વાધેલા સા.તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.આંબલીયા સા. તથા સર્વેલન્સ સ્કવૉડ પો.સબ.ઇન્સ. વી.એમ.પરમાર તથા સર્વેલન્સ સ્ક્વૉડના સ્ટાફના માણસો

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
25 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
25 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *