આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૪૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.પોલીસ કમિશનર , અમદાવાદ શહેર ના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર. સેક્ટર-૧ તેમજ નાયબ પોલીસ કમિશનર . ઝોન-૨ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાઢી તેમજ હાલમા ચાલી રહેલ ટાટા આઈ.પી.એલ. ક્રીકેટ મેચ સિરીઝ અન્વયે ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯ તથા પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ નાઓને મળેલસંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્રમોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૯ રો નંબર-એલ સીટ નં ૨૩૪ માં બેસી તેની પાસેના મોબાઈલ ફોનમાં બે માસ્ટર આઇ.ડી. રાખી જેમાથી અન્ય ગ્રાહકોને એજન્ડ આઈ ડી. તેમજ યુઝર આઇ.ડી. આપી લાઈવ ક્રીકેટ મેચ દરમ્યાન ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો નાણાની હારજીતનો જુગાર રમી રમાડતા એક આરોપીને મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા રોકડા નાણા રૂ.૧૨,૫૦૦/- તથા મેચની ટીકીટ નંગ-૦૧ કિ.રૂ.૦૦ મળી કુલ્લે રૂ.૪૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી- ગુ.ર.ન.૧૧૧૯૧૦૦૮૨૪૦૧૯૫/૨૦૨૪ ધી જુગાર ધારા કલમ ૧૨-અ મુજબનો ગુનો દાખલ કરી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ :-
(૧) દીપક કુમાર ખેમચંદભાઈ મોહનાની ઉવ.૩૪ ધંધો વેપાર રહે. મનં ૨૨ મહાવીર નગર, ફાટકની બાજુમાં, હિંમત નગર, જી.સાબરકાંઠા મુળ વતન. મનં ૦૪, પુણે નગરી સોસાયટી, ગાયત્રી મંદીર પાસે, ડીસા, જી.બનાસકાંઠા
(૨) વોન્ટેડ: માસ્ટર આઈ.ડી. આપનાર રાજેશકુમાર પરમાનંદભાઈ મહેશ્વરી રહે. પુણે નગરી સોસાયટી, ગાયત્રી મંદીર પાસે, ડીસા, જી.બનાસકાંઠા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (૩) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ (૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ. (બાતમી). (૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ . . (૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ (બાતમી). (૮) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ. (૯) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ. (૧૦) અ.લો.૨. રોનક કુમાર જયરામભાઈ
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર