2
0
Read Time:50 Second
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈ ધંધુકામાં 5 હજાર ક્ષત્રિયો ભેગા થયા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અમદાવાદના ધંધુકામાં રવિવારે સાંજના સમયે ક્ષત્રિય સમાજના 5 હજાર લોકોનું સંમેલન યોજાયું છે, જેમાં સમાજની 92 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે. રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, “ભૂતકાળમાં માથા કાપીને રાજ કરવાનું હતું, પરંતુ હવે માથા ભેગા કરવાનો સમય આવ્યો છે.”
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર